રણબીર કપૂર નેટફ્લિક્સ પર કરી શકે છે ડિજિટલ ડેબ્યૂ - ઓટીટી પ્લેટફોર્મ પર રણબીર કપૂર
ન્યૂઝ ડેસ્ક : અભિનેતા રણબીર કપૂર નેટફ્લિક્સ પર પોતાનું ડિજિટલ ડેબ્યૂ કરી શકે છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે તેના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક્ટર્સ નેટફ્લિક્સના કન્ટેન્ટ વિશે વાત કરતા જોવા મળે છે. વીડિયોના અંતમાં, તે ટૂંક સમયમાં મળવાનું કહેતો નજરે પડે છે, જેને જોઈને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, ટૂંક સમયમાં એક્ટર ડિજિટલ પ્લેટફોર્મ પર આવી શકે છે.