દિવાળીને ધ્યાનમાં રાખી દીવ આરોગ્ય તંત્ર થયું સતર્ક - સંઘ પ્રદેશ દીવ
દીવઃ સંઘ પ્રદેશ દીવમાં દીવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈ અને બેકરીની આઇટમોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારીની એક ટીમે દીવના મીઠાઈ અને બેકરીના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ નમૂનાઓને દમણની લેબોરેટરીમાં મોકલ્યાં હતા. દીવમાં દિવાળી અને વેકેશનના સમયમાં સમગ્ર દેશમાંથી યાત્રિકો આવે છે. જેથી યાત્રિકોની સુરક્ષા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.