ગુજરાત

gujarat

ETV Bharat / videos

વ્યાયામ શિક્ષકોને અપર પ્રાયમરીમાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત - Exercise teachers

By

Published : Dec 18, 2020, 9:34 AM IST

પોરબંદરઃ ધોરણ 1 થી 5માં શિક્ષણ કાર્ય કરતા સી.પી.એડ., બી.પી.એડ., ડી. પી.એડ. કરેલા વ્યાયામ શિક્ષકોને જો અપર પ્રાયમરીમાં સમાવેશ કરવામાં આવે તો, ધોરણ 1 થી 5 માં ઓવર સેટઅપ ઘટે એમ છે. તેમજ 6 થી 8માં વ્યાયામ શિક્ષક મળતા ખેલ મહાકુંભ, ફિટ ઇન્ડિયા, યોગ દિવસમાં અને બાળકોના શારિરીક ઘડતરમાં પણ ઉપયોગી થાય એમ છે. આ ઉપરાંત અપર પ્રાયમરીમાં શિક્ષકોને પણ વિષયો અભ્યાસમાં ઉપયોગી થાય તેમ છે. આ અંગે તમામ જિલ્લાઓમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મારફતે આવેદનો આપવામાં આવે છે, ત્યારે પોરબંદરમાં પણ આ અંગે આવેદન પાઠવ્યું હતું. તા. 17 ડિસેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરને શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘ પોરબંદરના સભ્યોએ વ્યાયામ શિક્ષકોને જો અપર પ્રાયમરીમાં સમાવેશ કરવા બાબતે આવેદન પત્ર આપ્યું હતું.જેમાં વિરાભાઈ કોડિયાતર, મહામંત્રી મયુરસિંહ રાઠોડ, સંગઠન પ્રધાન લાખા ચુંડાવદરા, અધ્યક્ષ પ્રાથમિક શૈક્ષિક સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details