ગરબા પંડાલમાં ગોળી વાગતાં 11 વર્ષની બાળકીનું મોત, પોલીસ તપાસમાં લાગી - ઇન્દોરમાં ગરબા પંડાલમાં બાળકીની ગોળી મારી હત્યા
ઈન્દોર : હીરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરબા પંડાલમાં (garba pandal in indore) 11 વર્ષની બાળકીને ગોળી (girl shot dead garba pandal in indore) વાગી હતી. બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાળકી તેના પરિવારના સભ્યો સાથે ગરબા પંડાલમાં ગરબા જોવા ગઈ હતી. આ દરમિયાન અચાનક ગોળી આવી અને તેના માથામાં વાગી હતી. જેના કારણે માતાના ખોળામાં બેઠેલી બાળકીના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે ગોળી કોણે અને ક્યાંથી ચલાવી હતી. એડિશનલ ડીસીપી રાજેશ રઘુવંશીએ જણાવ્યું કે, બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલામાં ગોળી હોવાની શક્યતા પણ પોલીસ સેવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સમગ્ર મામલો બહાર આવશે. મૃતક બાળકીના પિતા મૂળ મહારાષ્ટ્રના અહમદનગરના છે.