પાટણ શહેર ભાજપ દ્વારા ભારત એકતા કૂચ યોજાઈ - પાટણ શહેર ભાજપ
પાટણઃ શહેર ભાજપ દ્વારા શહેરના ત્રણ દરવાજાથી ભારત એક્તા કૂચ યોજાઈ હતી. જેમાં પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા તાજેતરમાં કાશ્મીરમાંથી કલમ 370ની નાબુદી કરી કાશ્મીરને ભારત સાથે અભિન્ન પણે જોડી દેવામાં આવ્યું છે. કાશ્મીરને ભારત સાથે જોડાવા માટે ડૉ શ્યામાં પ્રસાદ મુખરજીએ બલિદાન આપ્યું હતું. જેમનું સપનું કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકારે પૂર્ણ કરતા લોકોમાં જાગૃતિ માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી. જેમાં કાર્યકર્તાઓએ જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ ના નારા સાથે આ ભારત એકતા કૂચ પાટણના રસ્તાઓ પર નીકળી હતી.