ગુજરાત

gujarat

ETV Bharat / videos

12 કલાક પછી પણ ઘરોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોએ ETV Bharatને વર્ણવી વ્યથા - સુરત મહાનગરપાલિકા તંત્ર એલર્ટ

By

Published : Aug 17, 2022, 12:58 PM IST

સુરત શહેર અને જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસાદ Heavy Rain in Surat વરસી રહ્યો છે. અહીં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓમાં પાણી આવી ગયું હતું. તેના કારણે ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના વરસાદના કારણે ખાડીઓ છલકાતા સુરતમાં ખાડી પૂરની સમસ્યા Flood problem in Surat ઊભી થાય છે. ખાડી ભયજનક સપાટીની લાગો લાગ પહોંચતા મહાનગરાલિકા તંત્ર પણ એલર્ટ Surat Municipal Corporation System Alert છે. મીઠી ખાડી નજીક આવેલા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો દુકાનો બંધ કરી રહ્યા છે અને દુકાનમાં મૂકેલા માલસમાનને સુરક્ષિત સ્થળે મોકલી રહ્યા છે. બીજી તરફ કેટલાક ઘરોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details