સુરતમાં સૌપ્રથમ સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર ઈલિયાસ શેખે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો - Dr. Elias Sheikh
સુરતઃ મહાનગરપાલિકાના વિસ્તારમાં આજથી કોરોના રસીની કામગીરી શરૂકરવામાં આવી છે. વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આજના દિવસે 14 જેટલા સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના સ્મીમેર હોસ્પિટલના વેક્સિન સેન્ટરમાં સૌપ્રથમ સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર ઈલિયાસ શેખ દ્વારા વેક્સિન લેવામાં આવી હતી. ત્યાર બાદ સુરતમાં કુલ 1400 જેટલા હેલ્થ વર્કરને વેક્સિન આપવામાં આવી હતી. કોઈને આડઅસર થાય તો નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. કરોના વેક્સિન લેેનાર તમને ખાસ બેઠક પણ આપવામાં આવ્યું આ એક્શન સેન્ટરમાં ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર પાટીલે હાજરી આપી હતી. શહેરના ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી.