"પ્રમ આંધળો હોય છે", આ કેહવતને સાબિત કરતી ઘટના બની રાજકોટમાં... - રાજકોટ ક્રાઈમ ન્યુઝ
રાજકોટ: એક તરફી પ્રેમમાં પાગલ યુવાને પહેલા યુવતીને જાહેરમાં છરીના ઘા માર્યા બાદ પોતને પણ છરીના ઘા મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ બન્ને યુવક યુવતીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાજકોટના લોધિકા જીઆઇડીસી વિસ્તારમાં રહેતા વિક્રમ પાંડેસર નામના યુવાને વિસ્તારમાં જ રહેતી યુવતીને લગ્ન માટેનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે યુવતીએ વિક્રમને લગ્ન માટેની ના પાડતા તેને યુવતીને છરીના ઘા માર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ ઘટનામાં યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે સોશિયલ મીડિયામાં યુવાને પ્રેમિકાને છરીના ઘા માર્યા બાદનો વીડિયો પણ સામે આવ્યો છે.