ઘોર બેદરકારી, દરિયામાં કરંટ દેખાયો છતાં સહેલાણીઓ જઈ રહ્યા છે ન્હાવા - Meteorological Department Orange Alert
હવામાન વિભાગે 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી (Rain Forecast in Surat) કરી છે. તેવામાં સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના ડભારી દરિયા કિનારે (Heavy Rain in Surat District) કારણે દરિયામાં ભારે કરંટ દેખાઈ રહ્યો છે. તેમ છતાં અહીં આવતા સહેલાણીઓ કોઈ પણ સુરક્ષા વગર દરિયામાં ફરવા અને ન્હાવા જઈ રહ્યા છે. એટલે સહેલાણીઓ જીવને જોખમમાં મૂકીને દરિયા કિનારાની મજા માણી રહ્યા છે. આ સાથે જ તંત્ર દ્વારા કોઈ સાવચેતી ન રખાતા તંત્રની ઘોર બેદરકારી (The negligence of the Olpad Sytem) સામે આવી છે. સાથે જ અહીં કોઈ પણ પ્રકારના સૂચનાના બોર્ડ કે પોલીસ પણ મૂકવામાં નથી આવી. એક તરફ જિલ્લા કલેક્ટરે (Heavy Rain in Surat District) દરિયો ન ખેડવા અને સાવચેત રહેવા સૂચન કર્યું છે. બીજી તરફ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ (Meteorological Department Orange Alert) જાહેર કર્યું છે. ત્યારે ઓલપાડ તંત્રની બેદરકારી સામે આવી રહી છે.