ભાજપે જે મુદ્દાઓ પર નજર પણ નથી કરી તે મુદ્દાને હવે કૉંગ્રેસ વાચા આપશે, મેનિફેસ્ટો માટે ચાલી રહી છે તૈયારી
નવસારીમાં વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા કક્ષાનો મેનિફેસ્ટો તૈયાર કરવા કૉંગ્રેસની એક બેઠક યોજાઈ હતી. અહીં કાલિયાવાડી સ્વપ્ન લોકસોસાયટી ખાતે આવેલી અનાનવિલ સમાજની વાડીમાં પ્રદેશ કક્ષાએથી બોલો સરકાર નામનો એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૉંગ્રેસ પ્રદેશના મેનિફેસ્ટો કન્વિનર દિપક બાબરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેઓ જિલ્લાના વણઉકેલ્યા મહત્વના પ્રશ્નો સાંભળવા હાજર રહ્યા હતા. હળપતિ સમાજના ઘરો ટી.પી અંતર્ગત કપાઈ રહ્યા છે અને ખેડૂતોને ધિરાણમાં રાહત સહિત સાગરખેડૂઓને ઈંધણમાં પણ રાહત જેવા ભાજપના મેનિફેસ્ટોમાં સમાવેશ છે. તેમ છતાં તેના લાભ લોકો સુધી ન પહોંચતા કૉંગ્રેસે તેને ઉકેલવા માટે કમરકસી છે. આ માટે જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નવસારીમાં મહત્વનો પ્રશ્ન બનેલા રખડતા ઢોરને પણ આ મેનિફેસ્ટોમાં વાચા મળી હતી. જ્યારે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કૉંગ્રેસના કાર્યકરોની પાંખી હાજરી ઊડીને આંખે વળગે તેવી હતી. બીજી તરફ નિષ્ક્રિય થયેલા કાર્યકરોમાં પ્રાણ પૂરવા માટે પણ પ્રદેશ કન્વીનરે હાકલ કરવી પડી હતી. navsari district congress, Gujarat Assembly Elections 2022, Congress Gujarat Manifesto, congress preparation gujarat election, navsari district congress.