બુરખામાં આવેલી મહિલાએ પાર્કિંગમાં જઈ કારને આગચંપી કરી,જુઓ સીસીટીવી ફુટેજ - CCTV Footage Parking of Car
ગોરખપુર: ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શુક્રવારની રાત્રે એક મહિલા બુરખો પહેરીને પાર્કિગ એરિયામાં આવી હતી. તેમણે કાર પર પેટ્રોલ છાંટીને આગચંપી (Car Set on Fire) કરી દીધી હતી. જેના સીસીટીવી ફુટેજ સામે (CCTV Footage Parking) આવ્યા છે. પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે (Gorakhpur police Investigation) તપાસ શરૂ કરી દીધી છે. ગોરખપુરના કન્ટ વિસ્તારના મઝૌલી કંપાઉન્ડમાં શુક્રવારે મોડી રાત્રે પાર્કિંગ એરિયામાં એક મહિલા આવી હતી. જેણે બુરખો પહેરેલો હોવાને કારણએ એનું મોઢું દેખાયું નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે, તે પહેલા જ્વલંનશીલ પ્રવાહી કાર પર છાંટે પછી અનેક વખત આગચંપી (Car Set on Fire) કરવા માટે પ્રયાસ કરે છે. અંતે કારના આગળના ટાયર પાસે આગ ચંપી કરીને આગ લગાવે છે. આ દ્રષ્ય જોઈને આસપાસ રમી રહેલા બાળકોએ શોરબકોર કરી મૂક્યો હતો. પકડાઈ જવાના ડરથી મહિલા ફરાર થઈ ગઈ. આ અંગે સૂચના મળતા યુદ્ધના ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસને આ મહિલાની કોઈ ભાળ મળી નથી. કાર માલિકે અજાણી મહિલા સામે પોલીસ ફરિયાદ કરી છે. આ કાર અજયકુમાર શ્રીવાસ્તવની હોવાનું જાણવા મળ્યું છે. જેઓ પત્નીને ચેકઅપ કરાવવા માટે ક્લિનિક ગયા હતા. જેના પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હતી. આ મહિલા પોતાની સાથે એક બોટલમાં જ્વલનશીલ પદાર્થ લઈને આવી હતી.