દ્વારકામાં રાજપૂત સમાજે આ રીતે ઉજવી મહારાણા પ્રતાપની જન્મજયંતિ - ખંભાળિયામાં શોભાયાત્રા
દેવભૂમિદ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે ભારતના વીર સપૂત મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી (Maharana Pratap Birth Anniversary Celebration) કરવામાં આવી હતી. દ્વારજા જિલ્લા રાજપૂત સમાજે આ ઉજવણીનું આયોજન કર્યું હતું. ત્યારે રાજપૂત સમાજે આ પ્રસંગે બાઈક રેલી (Rajput Community Rally in Khambhaliya) સ્વરૂપે શોભાયાત્રા પણ યોજી હતી. આ શોભાયાત્રા (Shobhayatra in Khambhaliya) વિવિધ માર્ગ પર ફર્યા પછી ખંભાળિયા હાઈવે પર આવેલી વીર યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે પહોંચી હતી. અહીં રાજપૂત સમાજના લોકોએ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી નમન કર્યું હતું. તો આ ઉજવણીમાં જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ઉપસ્થિત રહ્યા હતા.