નવસારીથી ગ્રાઉન્ડ રિપોર્ટ : ઓન્જલ-માછીવાડ ગામે તૌકતેની નહીંવત અસર - Cyclone in Gujarat
નવસારી : જિલ્લાના દરિયા કિનારાથી તૌકતે વાવાઝોડુ પસાર થયા બાદ ભારે પવન સાથે અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પવનોને કારણે કાંઠાના ગામોમાં કાચા મકાનોના પતરાં ઉડ્યા તો ક્યાંક રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. જલાલપોર તાલુકાના ઓન્જલ-માછીવાડ ગામે તૌકતેની નહિવત અસર જોવા મળી, પરંતુ વૃક્ષો પડવાના કારણે ઘણી જગ્યાએ વીજ થાંભલાઓ પડી જતા ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ગામના મુખ્ય રસ્તા પર મોટુ ઝાડ પડતા NDRFની ટીમ દ્વારા વૃક્ષને ઇલેક્ટ્રિક કટરથી કાપી રસ્તો ખૂલ્લો કરાવ્યો હતો. જ્યારે ગામમાં કાચા મકાનોના પતરા ઉડવાની ઘટનાઓ પણ બની છે.