ભારે વરસાદથી મકાન છાપરા ઉડ્યા, કેમેરામાં લાઈવ દ્રશ્યો થયા કેદ - ગુજરાતમાં વરસાદ
અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના ઘણા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે સાણંદ તાલુકાના વિરોચનનગર ગામ વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી, જેમાં સમગ્ર ગામમાં અંદાજિત 20થી વધુ મકાન છાપરા ઉડી જવાની ઘટના સામે આવી હતી. ભારે પવનના કારણે વૃક્ષો અને વીજના થાંભલા પડી ગયાં હતા, જેથી આસપાસના ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આ ઉપરાંત વાવાઝોડાની અસરથી 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
Last Updated : Jun 27, 2022, 2:05 PM IST