વડોદરામાં મહિલા તબીબનું વિજય રૂપાણી દ્વારા સન્માન કરાયું
વડોદરા: કોરોના મહામારીમાં પોતાના જીવની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત લોકોની સારવાર કરનારા મહિલા તબીબનું સન્માન શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા મહિલા તબીબનુ સન્માન કરવામાં આવ્યું હતુ. જેથી વડોદરાની SOG હોસ્પિટલના એનેસ્થેસીસ્ટ ડૉ. પિનલ ભૂમિયાને પણ સન્માનિત કર્યા હતા કે, જેઓ 6 માસના સમયગાળામાં કોરોના સંક્રમિત થયા અને સાજા થઇ ફરીથી કોરોના દર્દીઓની સેવામાં હાજર થયા હતા.