ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, ગૃહ રાજ્યપ્રધાને આપી વિશેષ માહિતી - Security Arrangement in Rathyatra
અમદાવાદઃ જમાલપુર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં નેત્રોત્સવ વિધિનો (Netrotsav Vidhi at Jagannath Temple) પરંપરાગત રીતે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi at Jagannath Temple), ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યપ્રધાને પહેલી વખત મંદિરના ઘૂંમટ પર ચઢીને ધ્વજારોહણ કર્યું હતું. આ સાથે જ ભગવાન જગન્નાથજી મોસાળ સરસપુરથી નીજ મંદિરે પરત આવ્યા છે. જોકે, મામાના ઘરે ભગવાન જગન્નાથજીને આંખો આવી છે. જેના કારણે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. તો આ વિધિ પછી ગૃહ રાજ્યપ્રધાને ધ્વજારોહણ કર્યું હતું. ત્યારબાદ ભગવાનની મહાઆરતી કરવામાં આવી હતી. અહીં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) દરમિયાન સુરક્ષામાં કોઈ પણ કચાશ નહીં રહે. વિવિધ સંગઠન અને સમાજમાં પણ રથયાત્રા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગૃહ રાજ્યપ્રધાને ફરી એક વાર સુરક્ષા કવચ અંગે માહિતી (Security Arrangement in Rathyatra) આપી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, મેં જાતે જઈને રથયાત્રાના રૂટનું ચેકિંગ કર્યું છે. આ વખતે રથયાત્રાની સુરક્ષા માટે ઉત્તમ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ ગૃહ રાજ્યપ્રધાને ગુજરાત પોલીસના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.