MPમાં રોડ ક્રોસ કરી રહેલા યુવકને કારે કચડી નાખ્યો, વિડિયો થયો વાયરલ - જબલપુરમાં કારે યુવકને કચડી નાખ્યો
મધ્યપ્રદેશના જબલપુરમાં હિટ એન્ડ રનનો એક (Road Accident in Jabalpur) સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં (Hit and run case in Jabalpur) રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને કાર ચાલકે ટક્કર મારી હતી. યુવક પડતાની સાથે જ કાર તેને (Car crushed man crossing road) કચડીને આગળ નીકળી ગઈ હતી. અકસ્માતમાં (Jabalpur accident captured in cctv) યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના ગોરા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. મૃતકની ઓળખ 45 વર્ષીય સંતોષ ઠાકુર તરીકે થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે માણસને જોરથી માર્યા પછી પણ કાર ચાલક રોકાયો ન હતો. લોકોએ કારનો પીછો પણ કર્યો હતો, પરંતુ કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે, જેના આધારે પોલીસ કાર ચાલકની શોધ કરી રહી છે.