અમદાવાદ: ગીતા મંદિર નજીક કન્સ્ટ્રકશન સાઈટમાં ખોદકામ દરમિયાન મળી ઐતિહાસિક સુરંગ - world heritage city ahmedabad
અમદાવાદ: યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત છે. યુનેસ્કો દ્વારા અમદાવાદની ઐતિહાસિક ઇમારતોને કારણે જ તેને આ દરજ્જો આપવામાં આવ્યો હતો. જેમાં વધુ એક સુવર્ણ પીછું ઉમેરાય તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં કોટ વિસ્તાર ગણાતા ગીતા મંદિર પાસેની કન્સ્ટ્રકશન સાઈટ પર ખોદકામ દરમિયાન સલ્તનત કાલિન સુરંગ મળી આવી છે. જમીનના સપાટીથી લગભગ આઠેક ફૂટ નીચે આ સુરંગ મળી આવી છે. સુરંગની બાંધણી જોતા તે ગુજરાતમાં જ્યારે બાદશાહોનું રાજ હતું, ત્યારની હોવાની શક્યતાઓ છે.