ગુજરાત

gujarat

ETV Bharat / videos

Himachal Weather Update: હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં એપ્રિલ મહિનામાં થઈ હીમવર્ષા, જૂઓ નજારો

By

Published : Apr 15, 2022, 11:57 AM IST

કુલ્લુઃ હિમાચલમાં લાંબા સમય પછી ગરમીથી સામાન્ય રાહત (Himachal Weather Update) મળી છે. અહીં લાહૌલ-સ્પીતિમાં (Snowfall in Lahaul Spiti) તો એપ્રિલ મહિનામાં જ હીમવર્ષા થઈ રહી છે, જે આશ્ચર્યમાં મૂકી દે તેવી વાત છે. જોકે, હીમવર્ષા થવાથી એક તો ગરમીમાંથી રાહત મળી છે. તો બીજી તરફ ખેડૂતોના પાકને અસર (Impact on farmers crops in Himachal) થઈ છે. ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના કારણે હિમાચલના અનેક વિસ્તારમાં વરસાદ અને કરા પડ્યા હતા. આ સાથે જ લાહૌલ સ્પીતિમાં હીમવર્ષા (Snowfall in Lahaul Spiti) થવાથી વાતાવરણ ઘણું ઠંડું થઈ ગયું છે. કુલ્લુ જિલ્લાની વાત કરીએ તો, અહીં પણ વરસાદ પડ્યો છે. તે જ સમયે લાહૌલ સ્પીતિમાં હિમવર્ષાને (Western Disturbance in Lahaul) કારણે કુલ્લુ જિલ્લામાં હવામાનમાં ફેરફાર થયો છે. પર્યટન સ્થળ મનાલી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા પ્રવાસીઓ હિમાચલ તરફ વળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details