છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી પંથકમાં ધોધમાર વરસાદ - Gujarat rains
છોટા ઉદેપુર: જિલ્લાના નસવાડી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે નસવાડી પંથકમાં વેહલી સવારના પાંચ વાગ્યાનાં અરસા દરમિયાન ધોધમાર વરસાદ વરસી ગયો હતો. નસવાડી પંથકના આમરોલી, તણખલા, કંડવા, આકોના, હરિપુરા ગામોમાં ધોધમાર વરસાદ વરસી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. નસવાડી તાલુકામાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી 372 મીમી એટલે 40.78 ટકા વરસાદ પડ્યો છે.