જૂનાગઢ માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ, ઓજત ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા - જૂનાગઢમાં વરસાદ
જૂનાગઢઃ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા ઓજત ડેમના બે દરવાજા ખોલવામાં આવતા ફરીવાર માંગરોળ તાલુકાનું ઘેડ પંથક પાણીમાં ડૂબી ગયું છે. માંગરોળ તાલુકાનું ઓસાઘેડ ગામ નવમી વખત બેટમાં ફેરવાયું છે. માંગરોળના ઘેડ પંથકના ગામો ઓસા સામરડા, બગસરા, હંટરપુર, લાંગડ, શરમા સહીત ગામો સાતમી વખત બેટમાં ફેરાવ્યા હતા. જેથી લોકો અને પશુઓની હાલત અતિ દયનીય બની છે. હાલતો ઘેડ પંથકના માર્ગો પર ચાર ચાર ફૂટ પાણી ભરાઇ જતાં ઘેડપંથકના ગામો સાતમી વખત સંપર્ક વિહોણા બન્યા છે. ચાર દિવસ પૂર્વે જ ઘેડ પંથકમાં ખેતરોનું સર્વે કરવામાં આવ્યું હતું, ત્યારે સર્વે કર્યા બાદ ફરીવાર ઘેડ પંથકમાં પાણી ફરી વળતા ખેડૂતોને વધુ નુકસાની થઇ છે.