બનાસકાંઠામાંં ભારે વરસાદથી પાણીમાં જિપ તણાઇ, જિપમાં સવાર 10 લોકો ફસાયા - Banaskantha Aburoad
બનાસકાંઠઃ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂરમાં વાહનો અને લોકો તણાવાની અનેક ઘટનાઓ બની રહી છે, ત્યારે બનાસકાંઠાના આબુરોડ પાસે પણ એક આવી જ ઘટના બની હતી. જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે સાબરકાંઠા જિલ્લાના છાપરી રોડ પર ધસમસ્તા પાણીમાં જીપ તણાઈ હતી. આ જિપમાં 10 લોકો સવાર હતા. જેને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યૂ કરી બચાવામાં આવ્યા છે.