હવે જિલ્લામાં વરસાદનું આગમન, બંને કાંઠે વહેતી થઈ નદીઓ - ડાંગ ફ્લડ કન્ટ્રોલ રૂમ
ડાંગ જિલ્લાની નદીઓ વરસાદની સાથે બંને કાંઠે વહેવા (Heavy Rain in Dang District) લાગી હતી. અહીં 12 કલાકમાં સરેરાશ 44 મીમી વરસાદ પડ્યો હતો. બીજી તરફ ફ્લડ કન્ટ્રોલ રૂમ (Dang Flood Control Room) તરફથી મળતી માહિતી અનુસાર, જિલ્લામાં આહવા તાલુકામાં 31, વઘઈમાં 20 અને સુબીરમાં 82 MM વરસાદ પડ્યો હતો. આ સાથે જ સમગ્ર જિલ્લામાં કુલ 132 MM વરસાદ પડ્યો હતો. આ પહેલા હવામાન વિભાગે (Meteorological Department Forecast for Rain) રાજ્યમાં 5 દિવસ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેના કારણે જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.