ગામમાં વરસાદે મચાવી તબાહી, 7,000 લિટર દૂધનો થયો બગાડ
આણંદ જિલ્લામાં બોરસદ તાલુકાના સારોલ ગામમાં વરસાદી પાણી ફરી (Heavy Rain in Anand) વળ્યા હતા. આના કારણે 100 જેટલા કુટુંબ અસરગ્રસ્ત થયા હતા. જ્યારે 20 જેટલા કાચા-પાકા મકાનોને નુકસાન (Damage to houses in Anand) થયું છે. તો જિલ્લામાં પાણીમાં ડૂબી જતાં 3 જેટલા પશુના મોત થયા હતા. જ્યારે 5 પશુ ગુમ થઈ ગયા હતા. તો ભારે વરસાદના કારણે બારવિઘાંથી મહાદેપૂરાને જોડતો માર્ગ પણ ધોવાઈ ગયો હતો. આ સિવાય ડેરીને અસર પહોંચતાં 7,000 લિટર જેટલા દૂધનો બગાડ થયો હતો. સાથે જ ડાંગર, કપાસ અને શાકભાજીના પાકને નુકસાનની ખેડૂતોમાં ભીતિ (Damage to farmers crops) સેવાઈ રહી છે. બીજી તરફ સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તંત્ર કામે લાગ્યું છે. જ્યારે ભારે વરસાદના કારણે શાળાઓ પણ બંધ રાખવી પડી હતી. તેમ જ શાળાના બાળકોનું જીવના જોખમે માનવ સાંકળ બનાવી સલામત રેસ્ક્યૂ (Children Rescue Operation in Anand) કરવામાં આવ્યું હતું. તો ગામનો મુખ્ય આડબંધ ધોવાતા નુકસાન થયું હતું. તો આજે 22 કલાકે પણ પાણી અને વીજપૂરવઠો હજી આવ્યો નથી. બીજી તરફ સાંસદ મિતેશ પટેલ સહિત સ્થાનિક અગ્રણીઓએ ગામની મુલાકાત લીધી હતી.