UN મહેતા હોસ્પિટલમાં હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ, 16 વર્ષના યુવાનને મળ્યું નવજીવન - અમદાવાદ સિવિલ હોસ્પિટલ
અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં પ્રથમ વખત હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ સાથે જ સિવિલ મેડિસિટી અંગદાન અને પ્રત્યારોપણનું આ મુખ્ય કેન્દ્ર બન્યું છે. રાજ્ય સરકાર, સિવિલ હોસ્પિટલ અને SOTTOએ શરૂ કરેલા આ યજ્ઞમાં 21 મહિનામાં 291 અંગોનું દાન મળ્યું છે. આ હોસ્પિટલમાં ગંભીરથી અતિગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવે છે. ત્યાં વધુ એક યજ્ઞ આરંભાયો છે. અહીં 24 વર્ષીય યુવકને માથાના ભાગે ઈજા થતાં બ્રેઈનડેડ જાહેર કરાયા હતા, જેમના પરિવારજનોએ અંગદાન કરી ગાંધીનગરના 16 વર્ષના યુવાનને હાર્ટનુ દાન આપીને નવજીવન આપ્યું છે. આ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષથી હૃદયની ગંભીર બીમારી પીડાતા 16 વર્ષના ગાંધીનગરના યુવાનમાં સૌ પ્રથમ વખત વિનામુલ્યે પ્રત્યારોપણ કરી નવજીવન આપવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના એક જ કેમ્પસમાં તમામ મલ્ટીસ્પેશ્યાલિટી સુવિધાઓ ઉપલ્બધ છે અને રાજ્ય સરકારની અત્યંત આધુનિક તબીબી સારવારનું આ સકારાત્મક પરિણામ છે. UN Mehta Hospital Heart transplant Gujarat Government organ donation Ahmedabad Civil Hospital