હાથરસ સામુહિક દુષ્કર્મ કેસ : દોષીઓને સજાની માગ સાથે SFI દ્વારા રેલી યોજાઇ - SFI દ્વારા રેલીનું આયોજન
અરવલ્લી : જિલ્લાના મોડાસામાં ગુરૂવારના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી સામુહિક દુષ્કર્મની ઘટનાના વિરોધમાં CPMની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂત્રોચ્ચાર કરી દુષ્કર્મમાં સંડોવાયેલા તમામ આરોપીઓને સખત સજા કરવાની માગ કરી હતી. આ રેલી બાદ SFIના કાર્યકર્તાઓ દ્વારા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.