ગુજરાત

gujarat

ETV Bharat / videos

કૉંગ્રેસના નેતાઓ ખરેખર અસંવેદનશીલ છે, હાર્દિકને વર્ણવી આપવિતી - Hardik Patel attack on Congress

By

Published : May 19, 2022, 3:28 PM IST

હાર્દિક પટેલે કૉંગ્રેસ પર પ્રહાર (Hardik Patel attack on Congress) કરતા જણાવ્યું હતું કે, મારા પિતાનું નિધન થયું (Hardik Patel miss his father) ત્યારે પણ કૉંગ્રેસના એક પણ નેતા આવ્યા નહતા. માત્ર શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા. મારા પિતાની પ્રથમ પુણ્યતિથિએ પણ કૉંગ્રેસના નેતાઓ પણ જબરદસ્તીથી આવ્યા હતા. એટલે હું એટલું જ કહેવા માગું છું કે, જે નેતાઓ પાર્ટીના નેતાના દુઃખમાં સામેલ ન થઈ શકે. તે જનતાના દુઃખ શું સમજશે. મેં કૉંગ્રેસમાં 3 વર્ષ રહીને સમય વેડફ્યો છે. આ ત્રણ વર્ષ દરમિયાન ગુજરાતના લોકો માટે હું કંઈ જ સારું કામ ન કરી શક્યો.

ABOUT THE AUTHOR

...view details