ગુજરાત

gujarat

ETV Bharat / videos

Hanuman Jayanti 2022 : કોડીનારમાં હનુમાન જયંતિની કરાઇ ઉજવણી, મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત - હનુમાન જયંતિની કરાઇ ઉજવણી

By

Published : Apr 16, 2022, 8:20 PM IST

કોડીનાર : કોરોનાં કાળ બાદ બે વર્ષ પછી ગીર સોમનાથ જિલ્લામાં ધાર્મિક ઉત્સવોનો માહોલ જોવા મળી હતો. રામનવમીની વિશાળ અને ભવ્ય શોભાયાત્રા બાદ આજે શનિવારે હનુમાન જયંતિને (Hanuman Jayanti 2022 ) લઈને કોડીનારનાં જંગલેશ્વર મહાદેવ મંદિરથી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા સાથે વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. કોડીનાર હિન્દૂ યુવા સંગઠન દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સુંદર રીતે શણગારે રથ સાથે ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા સાથે બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં બાઇક સાથે હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જયશ્રીરામ અને જય બજરંગબલીનાં નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details