લો બોલો, જ્ઞાનવાપી કેસમાં હવે કથિત ફૂવારાનો વીડિયો સામે આવ્યો - Gyanvapi masjid shivling video
વારાણસીઃ જ્ઞાનવાપી કેસ (Gyanvapi masjid case)માં દરરોજ એક નવો વીડિયો (Gyanvapi masjid video) સામે આવી રહ્યો છે. આજે કેટલાક મુસ્લિમ પક્ષો દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જે જ્ઞાનવાપી મસ્જિદની અંદરનો જણાવવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં જોવા મળેલી પાઇપ જેવી રચના એ જ ફુવારાનો ભાગ છે, જેને હિન્દુ પક્ષ દ્વારા કહેવામાં આવી રહેલા શિવલિંગ (Gyanvapi masjid shivling video) પર મૂકીને ચલાવવામાં આવે છે. આ પાઇપ આકારના ફુવારાના વીડિયો (Gyanvapi masjid fountain video) અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સમગ્ર સ્ટ્રક્ચરને તે વઝુખાનામાં હાજર કાળા પથ્થરની ટોચ પર મૂકીને ફુવારો ચલાવવામાં આવ્યો છે. ફુવારાની મધ્યમાં હાજર છિદ્રમાં એક પાતળી પાઇપ સ્થાપિત કરવામાં આવી હતી, જેના દ્વારા પાણી બહાર આવતુ હતું. હાલમાં આ મામલે મુસ્લિમ પક્ષનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ વાત કરવા રાજી થયા ન હતા.