ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં દેવદિવાળીની સાથે ગુરુનાનક જયંતિની પણ ઉલ્લાસભેર ઉજવણી કરાઇ - ગુરુનાનકvr 550મી જયંતિ

By

Published : Nov 12, 2019, 4:42 PM IST

અમદાવાદ: રાજ્યભરમાં આજે દેવ દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તો સાથે જ ગુરૂ નાનકજીની 550મી જન્મજયંતીની ઉજવણી પણ ચાલી રહી છે. દેવ દિવાળી નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ-વિશિષ્ટ પૂજનના આયોજન પણ કરવામાં આવ્યા છે. ગુરુ નાનક જયંતિ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યના ગુરુદ્વારાઓમાં વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે, તેમજ કથા, કિર્તન-ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ નાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતાં. ગુરુનાનક જન્મ જયંતી "ગુરુ નાનક પ્રકાશ ઉત્સવ" તરીકે પણ ઓળખાય છે. શીખ ધર્મ માટે આ સૌથી પવિત્ર તહેવાર ગણવામાં આવે છે. જેની ઉજવણી દેશભરમાં થાય છે. અમદાવાદમાં ગુરુ ગોવિંદ ધામ ખાતે મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details