ઉપરવાસમાં વરસાદના પગલે સાબરમતી નદી બે કાઠે
સાબરકાંઠા: ઉપરવાસમાં સારા વરસાદને પગલે ઉત્તર ગુજરાતનો (Dharoi Dam overflow) જીવા દોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનાં સ્ત્રોત ઉપર આવ્યાં છે. ઉપરવાસમાં સારા વરસાદને લઈ સાબરાંઠાના પોશિના તાલુકાની સાબરમતી (Gujarat Rain Update) નદીમાં સતત બે દિવસથી નવા નીરનાં પ્રવાહને લઇ ધરોઈ ડેમમાં પાણી આવકમાં વધારો નોંધાયો છે. ચોમાસાની (dharoi dam water level) ઋતુમાં સમગ્ર રાજ્યમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગને લઇ સૂકા પડેલા ડેમો ચેકડેમ તળાવો નદી નાળામાં નવા નીરની આવક થઈ રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા જિલ્લામાં સિજનનો 34% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જોકે સીજનનો પૂરતો વરસાદ નાં થતાં જીલ્લાનાં મોટાભાગનાં જળાશયો (heavy rain In Gujarat) ખાલી છે, ત્યારે જીલ્લામાં હજુ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થાય તેને લઇ સૌ કોઇ ખેડૂતો અને પ્રજાજનો મેઘને મહેર કરવાંને લઈ પ્રાર્થના કરી રહ્યા છે.