Gujarat police in Pattamundai ગુજરાત પોલીસ વર્ષોથી ફરાર ખૂંખાર આરોપીને કઈ રીતે ઓડિશામાંથી ઝડપી લાવી, જૂઓ - પટ્ટમુંડાઈ પોલીસ સ્ટેશન
કેન્દ્રપાડા: હત્યા અને અપહરણની ઘટનાની તપાસ માટે ગુજરાત પોલીસ પટામુન્ડાઈ પહોંચી (Gujarat police in Pattamundai) હતી. અહીં પટ્ટામુંડાઈ પોલીસની મદદથી 2 આરોપીઓની ધરપકડ કરી ગુજરાત લઈ જવામાં આવ્યા (Gujarat Police arrested accused from Pattamundai) હતા. આરોપીઓ કથિત રીતે ગુજરાતમાંથી પાછા ફર્યા હતા અને હત્યા તેમ જ અપહરણ જેવા ગંભીર ગુના કરીને તેમના વતન પટ્ટમુન્ડાઈમાં ભાગી ગયા હતા. સૂત્રોના મતે, ગુજરાતના સુરતમાં વર્ષ 2006માં એક હત્યાના કેસમાં ગુજરાતના ઉમરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ હત્યામાં સંડોવાયેલા પટ્ટમુંડાઈ પોલીસ સ્ટેશન (Pattamundai Police Station) હેઠળના બડપંતુરી ગામના ભાસ્કર મલિકનો પૂત્ર પ્રદીપ ગુજરાત છોડીને ગામમાં જ રહેતો હતો. અન્ય એક આરોપ મુજબ, પટ્ટમુંડાઈ પોલીસ સ્ટેશન (Pattamundai Police Station) હેઠળના સંજરિયા ગામના કરુણાકર જાતિના પૂત્ર પિન્ટૂ ઉર્ફે સુશાંત દ્વારા વર્ષ 2015માં ગુજરાતના એક સગીરનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, ગઈકાલે (બુધવારે) ગુજરાત પોલીસ હરકતમાં આવી હતી. ગુજરાતના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સુશાંતે આ કેસમાં ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. જોકે, ગુજરાત પોલીસ ખાસ બસમાં આવી હતી અને 2 આરોપીઓની ધરપકડ કરીને ગુજરાત લઈ ગઈ હતી.