ગરબામાં બે ગાયિકાએ જુદા જુદા ગરબા શરૂ કર્યા, પછી શરૂ થઈ ગઈ દેવાવાળી - Social Media viral Video
ગરબામાં ક્યારેક પાર્કિંગ બાબતે તો ક્યારેક ગરબા રમવામાં જગ્યા બાબતે થતી માથાકુટ (Gujarat Garba Singer Slapped ) જોવા મળે છે. પણ ગુજરાતમાં એક ગરબા કાર્યક્રમમાં બે જુદી જુદી ગાયિકાએ અલગ અલગ ગરબા શરૂ કર્યા હતા. થોડા સમય માટે એ ખ્યાલ ન આવ્યો કે, કોણ ક્યો ગરબો ગાય છે. પછી ફિલ્મી ગીત કાને પડઘાય છે. થોડા સમય સુધી તો બધુ બરોબર ચાલ્યું પણ પછી અલગ ગરબો શરૂ કરતા એક ગાયિકાએ બીજી ગાયિકાને થપ્પડ કમારી દીધી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media viral Video ) પર વાયરલ થયો છે. આ વીડિયો ગુજરાતના ક્યા પ્રદેશનો છે એ સ્પષ્ટ થયું નથી. આ વીડિયો અંગે ઈટીવી ભારત કોઈ પ્રકારની પુષ્ટી કરતું નથી. પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.