ગુજરાત

gujarat

ETV Bharat / videos

ડાંગમાં મેઘરાજા મહેરબાન, ગીરા ધોધનું નાયગ્રા સ્વરૂપ તો ઘણા વિસ્તારમાં મેઘાનું રોદ્ર સ્વરુપ - ડાંગમાં મેઘરાજા મહેરબાન

By

Published : Jul 10, 2022, 7:03 PM IST

Updated : Jul 10, 2022, 8:35 PM IST

ડાંગમા વરસી રહેલા ભારે વરસાદને (dang district rain update ) પગલે સવારના 6થી બપોરે 4 વાગ્યા સુધીના 10 કલાક દરમિયાન સરેરાશ 147 મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. એક તરફ ગીરા ધોધનું નાયગ્રા સ્વરૂપ જોવા મળ્યુ છે તો બીજી તરફ ઘણા વિસ્તારમાં મેઘાનું રોદ્ર સ્વરુપ જોવા મળ્યુ છે. ગીરા ધોધમાં થયેલી પાણીની આવકથી અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદને કારણે (dang district heavy rain) ઠેર ઠેર ઘાટ માર્ગમા ભેખડો સાથે કાળમીંઢ શિલાઓ, વૃક્ષો, માટી, તથા મલબો રોડ ઉપર ધસી પડ્યો હતો. જેને સતત એલર્ટ રહેલા તંત્રે ગણતરીના કલાકોમા દૂર કરી, માર્ગો ખુલ્લા કર્યા હતા. જિલ્લા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છેલ્લા 10 કલાકમા આહવા ખાતે 168 મી.મી., વઘઇ ખાતે 199 મી.મી., સુબિર ખાતે 132 મી.મી. અને સાપુતારા વિસ્તારમા 89 મી.મી. વરસાદ નોંધાતા, અહીં સરેરાશ 149 મી.મી. વરસાદ નોંધાઇ ચુક્યો છે. દરમિયાન વરસાદને પગલે જિલ્લાના પીમ્પરી ગામના પશુપાલક શ્રી અનિલભાઈ ગંસુભાઈ વળવીની એક ગાય ઉપર નળિયાવાળો શેડ તૂટી પડતા તેનુ મૃત્યુ નીપજ્યુ છે. જ્યારે કાસવદહાડ-સુંદા રોડ સહિત સુબિર-પીપલદહાડ રોડ, મહાલ અને લવચાલી ગામે વીજ લાઈન પર વૃક્ષો ધરાશાઈ થવા પામ્યા છે.
Last Updated : Jul 10, 2022, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details