વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ, જુઓ ધારી બેઠક પર શું છે માહોલ
ધારીઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીનું આજે મંગળવારના રોજ મત ગણતરી કરવામાં આવશે. આઠ બેઠકમાંની એક ધારી બેઠકનું પણ પરિણામ જાહેર થવાનું છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સંપૂર્ણ પણે સંપન કરવામાં આવી છે. તો સવારના 8 વાગ્યાથી મતગણતરી ચાલુ થઇ ગઇ છે. ધારીમાં ચુસ્ત બંધોબંસ્ત ગોઠવામાં આવ્યો છે. જેમાં 400થી વધુ પોલીસ, CRPFના જવાનોને તૈનાદ કર્યા છે. તો ગણતરીના કલાકોમાં પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે , ધારી બેઠક પર 45 ટકા જ મતદાન નોંધાયું હતું.