ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ, જુઓ ડાંગ બેઠક પર શું છે માહોલ - election result
ડાંગઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની 3 નવેમ્બરે યોજાયેલી પેટા ચૂંટણીનું આજે મંગળવારના રોજ મત ગણતરી કરવામાં આવી રહી છે. આઠ બેઠકમાંની એક ડાંગ બેઠકનું પણ પરિણામ જાહેર થવાનું છે. ત્યારે જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ સંપૂર્ણ પણે સંપન્ન કરવામાં આવી છે. તો સવારના 8 વાગ્યાથી મતગણતરી ચાલુ થઇ જશે. ડાંગ જિલ્લામાં 200 જેટલા કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં રોકયેલા છે. સાથે ચુસ્ત સુરક્ષા ગોઠવામાં આવી છે. જેમાં 300થી વધુ CRPFના જવાનોને તૈનાત કર્યા છે.ઉલ્લેખનિય છે કે ,ડાંગ બેઠક પર સૌથી વધુ 75.1 ટકા મતદાન નોંધાયું હતુ.
Last Updated : Nov 10, 2020, 9:45 AM IST