વડોદરામાં ચેસ ઓલિમ્પિયાડની જ્યોતનું ભવ્ય સ્વાગત કરાયું
ચેસના ગ્રાન્ડ માસ્ટર -શીર્ષસ્થ ખેલાડી તેજસ બાકરે અને અંકિત રાજપરાએ એક સાથે 21 ખેલાડીઓ સાથે ચેસની બાજી રમીને આ સ્વાગતને યાદગાર બનાવ્યું હતું. અહીંથી આ ટોર્ચ લઈને સુરત જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીધે 30 વર્ષના અંતરાલ બાદ ચેસ ઓલિમ્પિયાડ દેશમાં યોજાઈ રહી છે અને ઐતિહાસિક મહાબલીપુરમમાં તે રમાશે. બાળકો અને કિશોરોને મોબાઈલના દૂષણથી દુર રહીને ચેસ રમવાની આદત દ્વારા બુદ્ધિ અને સતર્કતાને કેળવવા ખાસ અનુરોધ કર્યો હતો. વાલીઓને પણ પોતાના સંતાનોના આ રમતની અભિરુચિ કેળવીને ચેસ રમતા કરવા અને બુદ્ધિ શક્તિ ખીલવવા અનુરોધ કર્યો હતો. 19 મી જુનથી શરૂ થયેલી આ ટોર્ચ રિલે દેશના વિવિધ રાજ્યોમાં ફરશે ગુજરાત રાજ્ય ચેસ મંડળના અધ્યક્ષ ભાવેશ પટેલ, વડોદરા જિલ્લા ચેસ મંડળના અધ્યક્ષ એમ.જી.ભટ્ટ જ્યોત અને મહેમાન ગ્રાન્ડ માસ્ટરને આવકારવામાં જોડાયાં હતાં. જિલ્લા રમત વિકાસ અધિકારી જયેશ ભાલાવાલા અને યુવા વિકાસ અધિકારી કેતુલ મહેરીયા અને તેમની ટીમે સ્વાગત કાર્યક્રમનું સુચારુ આયોજન કર્યું હતું.