ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુગલે ગોટે ચડાવ્યા, કાર નદીના પાણીમાં ફસાઈ ગઈ માંડ બચ્યો પરિવાર - ગુગલ મેપ

By

Published : Aug 30, 2022, 10:21 PM IST

કૃષ્ણાગિરી: તમિલનાડુંના કૃષ્ણાગિરી જિલ્લામાં થોડા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ રસ્તો જાણે નદી બની ગયો હોય એવું જોવા મળે છે. ખાસ કરીને હોસુર આગળ બાગેપલ્લી લેન્ડ બ્રિજ પર જ્યાં 5 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયું છે. એક જ પરિવારના 4 સભ્યો આ પાણીમાં કાર સાથે ફસાઈ ગયા હતા. જે ગૂગલ મેપ્સ જોઈને કાર ચલાવી રહ્યા હતા. જેમાં મેપમાં રસ્તો ખોટો દર્શાવાયો હતો. કર્ણાટકના સરજાપુરનો વતની રાજેશ પરિવાર સાથે હોસુર આવ્યા બાદ સોમવારે રાત્રે પોતાના વતન પરત ફર્યો હતો. પછી તેણે ગુગલ મેપ જોયો અને કાર હંકારી હતી. ગૂગલ મેપમાં બાગેપલ્લીને બ્રિજ પરથી પસાર થવાનું બતાવ્યું. પરિણામે રાજેશે રસ્તાની હાલત પર ધ્યાન આપ્યા વિના કાર તે જ ડ્રાઈવ કરી રહ્યો હતો. રાજેશે પત્રકારો સાથે વાતચીત કરી અને તેમને જણાવ્યું કે, જ્યારે પરિસ્થિતિનો અહેસાસ થયો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. કાર નદીના પાણીમાં ફસાઈ ગઈ હતી. તેથી તેણે ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગને ફોન પર ફોન કર્યો. રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે વાહનોની મદદથી કારને બહાર કાઢીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી. Google Map in Car, cap with google map feature, google map tamilnadu

ABOUT THE AUTHOR

...view details