રાજકોટના ગોંડલ પંથકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો - Rajkot rain news
રાજકોટઃ જિલ્લાના ભાદર કાંઠાના ગામોમાં નવાગામ, લીલાખા સહિતના વિસ્તારમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ગોંડલ તાલુકાના શીવરાજગઢ, શ્રીનાથગઢ, બંધિયા, વાસાવડ, કેશવાળા સહિતના ગામોમાં 3 ઈંચ વરસાદ દેરડી(કુંભાજી), રાવણા, પાટખીલોરી, ધરાળા સહિતના અનેક ગામોમાં દોઢથી બે ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર અને ધીમીધારે વરસાદ યથાવત રહેતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.