ગોલ્ડન બોય નીરજ ચોપરા ઘૂમ્યા ગરબાના તાલે, દેશમાં સ્પોર્ટ્સના ભવિષ્ય અંગે કરી વાત - golden boy neeraj chopra plays garba
જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલિસ્ટ એવા ગોલ્ડન બોય નીરજ ચોપરા વડોદરાના મહેમાન બન્યા હતા. અહીં તેમણે VNFના ગરબાની મુલાકાત લીધી હતી. સાથે જ તેમણે ગરબા પ્રેમીઓ સાથે ગરબા રમીને નવો અનુભવ લીધો હતો. તેમને ગરબે ઝૂમતા જોઈને ગરબાપ્રેમીઓમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે, એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમી રહ્યા છે. તે અદભુત છે. તેમણે દેશના રમતગમતના ભવિષ્ય અંગે જણાવ્યું હતું કે, જ્યારથી તેમને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. ત્યારથી લોકોમાં અને ખાસ કરીને જૂનિયર ખેલાડીઓમાં એથલિટ પ્રત્યે રૂચી જાગી છે. અહીં તેમણે નેશનલ ગેમ્સના સ્પર્ધકોને શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે વિવિધ સ્પોર્ટસમાં દેશનું ભાવિ ઉજ્જવળ હોવાની વાત પણ કહી હતી. golden boy neeraj chopra neeraj chopra sports news today National Games Gujarat Navratri Festival golden boy neeraj chopra plays garba.