ગિરનારમાં લીલી પરિક્રમાનો લ્હાવો લેવા પરિક્રમાર્થીની ભીડ ઉમટી - જૂનાગઢ ન્યૂઝ
જૂનાગઢઃ કારતક સુદ અગિયારસથી ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો શુભ આરંભ થઇ રહ્યો છે. આ પરિક્રમામાં સમગ્ર રાજ્ય અને દેશમાંથી ભાવિક-ભક્તોની ભીડ ઉમટે છે. પરિક્રમાને હવે 48 કલાક બાકી છે, ત્યારે પરિક્રમાના પહેલા પડાવવામાં ભવનાથ વિસ્તારમાં પરિક્રમા ઇચ્છુક પરિક્રમાર્થીઓની ભીડમાં વધારો થઈ રહ્યો છે. ભક્તો માટે પ્રસાદ વ્યવસ્થા માટે અગાઉથી ઉતારા મંડળો પણ સેવાકાર્યમાં ભવનાથ તળેટી પહોંચી ગયા છે. તો બીજી તરફ 'મહા' વાવઝોડાનાને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેથી વનવિભાગ દ્વારા સુરક્ષામાં વધારો કરાયો છે.