સુરતના ગામડાઓમાં DJ ના જમાનામાં પણ ઘેરૈયાઓની પ્રથા અકબંધ - The practice of sieges in Surat
સુરત: હાલ જ્યારે નવરાત્રી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને ગામડાંની સંસ્કૃતિ સમાન ગણાતી ઘેરૈયાઓની પ્રથા આજે પણ યથાવત છે અને દર વખતે નવરત્રિ પર્વ આવે એટલે ગામે ગામ ઘેરૈયાઓ વિવિધ વસ્ત્ર આભૂષણો ધારણ કરી ગરબે ઘુમવા જાય છે. જે અનેરું આકર્ષણ ઉભું કરે છે. ખરેખર ગામડા ગામની આગવી ઓળખ ગણાતી ઘેરૈયાઓના ગરબાની પ્રથા પણ આજે વર્ષોથી અકબંધ છે. ગામડા ગામના આદિવાસીઓ, હળપતિ ભાઈઓ નવ દિવસ માતાજીની ઘેર બાંધે છે. ખરેખર તે પાછળનું કારણ શું છે તે જાણવું ખૂબ જરૂરી છે. ગામડાઓમા આ ઘેરૈયાની પ્રવુત્તિની ઉત્પત્તિ ક્યારથી શરૂ થઇ તે હજુ પણ અકબંધ છે.