અમદાવાદમાં પ્લાસ્ટિક મુક્ત થીમ ઉપર ગરબા યોજાયા
અમદાવાદઃ પર્યાવરણ જાગૃત ખેલૈયાઓ દ્વારા એક અલગ પ્રકારે ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. આ ગરબાના મંડપમાં પ્રવેશ લેતાની સાથે જ આપને જૂના જમાનાનો પડીયા પતરાળા વપરાતા હતા તે પડીયા પતરાળાથી મંડપ શણગારેલો જોવા મળ્યો હતો. તેમાં ડેકોરેશનમાં પણ ક્યાંય પ્લાસ્ટિક વાપરવામાં આવ્યું ન હતું. આ સાથે ગરબામાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં પણ ક્યાંય પ્લાસ્ટિક વાપરવામાં આવ્યું ન હતું. પરંતુ ગુજરાતની સુપ્રસિદ્ધ બાંધણીને પ્લાસ્ટિકની જગ્યાએ ડેકોરેટિવ કરીને ગિફ્ટ પેક કરવામાં આવી હતી.સમગ્ર પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલા ગરબારમાં નાના મોટા સૌ ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની મોજ કરી હતી.અને ગરબાના અંતે દરેક અલગ અલગ કેટેગરીના ખેલૈયાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા. જે સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત થીમને આધારિત હતા.