બાળકીઓએ સળગતી ઈંઢોણીનો રાસ કરી સૌને કર્યા મંત્રમુગ્ધ - Garba Lover
જૂનાગઢના વણઝારી ચોકમાં નવાબી કાળથી નવરાત્રિના નવે દરમિયાન ગરબાનું આયોજન થાય છે. ત્યારે સમગ્ર જુનાગઢ જિલ્લામાં વણઝારી ચોકના ગરબાનો વિશેષમાન અને સમાન આજે પણ જોવા મળે છે. અહીં રજૂ થતા ગરબાઓ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ ખ્યાતના પણ મનાય છે. તેવામાં ત્રીજા નોરતે ગરબે ઘૂમતી બાળાઓએ સળગતી ઈંઢોણીનો રાસ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. વણઝારી ચોક ગરબી મંડળમાં સળગતી ઈંધણીનો રાસ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. vanzari chowk junagadh traditional indhoni raas Garba Lover.