પાટણમાં દેશી ઢબના ગરબા આજે પણ જીવંત, તો કણસઈના પહેરવેશે જમાવ્યું આકર્ષણ - Navratri Festival
પાટણમાં નવરાત્રિના અંતિમ તબક્કામાં ગરબા રમવાની મોજ માણવા ગરબાપ્રેમીઓ અધીરા બન્યા હતા. સમયના બદલાવ સાથે નવરાત્રિમાં આધુનિક ગરબાનું ચલણ વધતા દાંડિયા દ્વારા રમાતા રાસ ગરબા માથે ગરબા મૂકીને રમાતા ગરબા કે પંચિયા ગરબા લગભગ ઓછા થતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ટ્રેડિશનલ ડ્રેસના જાકમજોળ વચ્ચે પણ દેશી ઢબના ગરબા ક્યાક ક્યાંક આજે પણ જીવંત રહીને જૂની યાદોને તાજી કરાવી રહ્યા છે. પાટણ શહેરના શારદા ટોકીઝ પાસે આવેલ ગુજરવાડા મોહલ્લામાં નવરાત્રિની નવમી રાત્રે પાટીદાર સમાજની મહિલાઓ પરંપરાગત કણસઈના પરિધાનમાં સજ્જ થઈ ગરબાની રમઝટ બોલાવી હતી. Garba Lover performs Desi Garba in Patan Gujarwada Mohalla on Navratri Festival