વડોદરાઃ 73 વર્ષમાં પ્રથમવાર જૂનીગઢીના શ્રીજીનું મહોલ્લામાં જ ઈકો ફ્રેન્ડલી વિસર્જન
વડોદરાઃ ગણેશ ઉત્સવના 7મા દિવસે ચાર દરવાજાના પ્રખ્યાત જૂનીગઢીના શ્રીજીનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર જેટલા લોકો જોડાયા હતા. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે 73 વર્ષમાં પ્રથમ વખત જૂનીગઢીના શ્રીજીનું ઈકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષે જ્યાં પંડાલ બાંધવામાં આવતો હતો તે સ્થળ પર એક તપેલામાં ગંગાજળ યુક્ત પાણીમાં 1 ફુટની સ્થાપન કરેલી શ્રીજીની મુર્તીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પહેલા મેયર ડો. જીગીશાબેન શેઠ તેમજ કેતન બ્રહ્મભટ્ટ જૂનીગઢીના શ્રીજીની આરતી ઉતારી હતી. જ્યારે બીજી તરફ શહેરીજનો દ્વારા પોતાના ઘરે જ કુંડ બનાવી અથવા તપેલા કે અન્ય વાસણમાં પાણી ભરીને બાપ્પાનું વિસર્જન કર્યું હતું. પોલીસ દ્વારા તળાવો પર સતત પેટ્રોલિંગ કરાયું હતું.