ગુજરાત

gujarat

ETV Bharat / videos

પંચમહાલમાં 150મી જન્મજયંતી નિમીત્તે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરી કરાઈ ઉજવણી - news in gandhiji

By

Published : Oct 3, 2019, 2:47 PM IST

પંચમહાલઃ જિલ્લામા ગાંધીજીની 150મી જન્મજયંતીની વિવિધ જગ્યાએ ઉજવણી કરવામાં આવી હતી. જેમા ગોધરા ખાતે જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગ દ્રારા એક પોસ્ટર પ્રદર્શન યોજીને આશ્રમમાં રહીને અભ્યાસ કરતા બાળકો વ્યસનનો ભોગ ન બને તેની સાવચેતીના ભાગરુપે વ્યસનથી થતા ભંયકર રોગોની જાણકારી આપવામા આવી હતી. તેમજ શહેરા તાલુકાની લાભી પ્રાથમિક શાળામાં બાળકોએ હાથમા ઝાડુ, કચરાપેટી સાથે ગામના નવરાત્રી ચોગાન સહિતના વિસ્તારોની સફાઈ કરી હતી. એક તરફ દેશમા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાથીઓએ " પ્લાસ્ટિક કચરો હટાવો દેશ બચાવો,પ્લાસ્ટિકનુ પતન જીવસૃષ્ટિનુ જતન", કચરો હટાવો દેશ બચાવો" લખેલા બેનરો સાથે રેલીનુ આયોજન કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા લોકજાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકગણ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details