ગાંધી જયંતી નિમિત્તે ઓસમાણ મીરના કંઠે ગાંધી વંદના : ભાગ- 3 - ભજનાવલી
ગાંધીનગર: શહેરમાં બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લાં 14 વર્ષથી ગાંધીનગરના કલાગુર્જરી દ્વારા ગાંધીજયંતી નિમિત્તે સવારે બે કલાકનો ભજનાવલીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતના લોકગાયક ઓસમાણ મીરના કંઠે કડી કેમ્પસમાં ભજનાવલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે ETV BHARAT એપના માધ્યમથી દેશ-વિદેશમાં વસતા તમામ ગુજરાતીઓએ નિહાળ્યો હતો. જુઓ કાર્યક્રમના અંશ...