ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ : સુરતમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામસામે - સુરત
સુરત : ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલો સુરતમાં વેગ પકડી રહ્યો છે. સુરતમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ આમને સામને આવી ગયા છે. પહેલા આચાર્ય પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે દેવ પક્ષ દ્વારા વિરોધ શરૂ થયો છે. સુરત કલેક્ટર કચેરી ખાતે દેવ પક્ષના હરિભક્તો રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવા છતાં ખોટી રીતે ગઢડા મંદિર ખાતે કબ્જો કર્યોનો આરોપ મૂકવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં સુરત એપિસેન્ટર બને તેવી શક્યતા છે.