અમરેલીના સમુદ્રમાં 'વાયુ' વાવાઝોડાના જોવા મળ્યા કરંટ - gujarati news
અમરેલી: જિલ્લામાં દરિયાઈ વિસ્તારમા સંભવિત વાયુ વાવાઝોડાના આગાહીના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે બુધવારે વહેલી સવારે જાફરાબાદના સમુદ્રમાં વાયુ વાવાઝોડાનું સ્પષ્ટ પાણીમાં કરંટ જોવા મળી રહ્યું હતું. જાફરાબાદ બંદર પર હાલમાં બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને સમુદ્રમાં મોટી-મોટી લહેરો ઉઠી રહી છે.